Posts

Showing posts from June, 2021

"cyclone tauktae"નું આંખ દેખ્યું વર્ણન

આજે વાવાઝોડાને લાગતી આ છેલ્લી પોસ્ટ આપું છું.  લેખ લાંબો છે પણ નિરાંતે જરૂર વાંચજો. વાવાઝોડાનું આખું ચિત્ર આપવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે.  અમારા ઉપર જે વિતી તેની વિગતો આજે ક્રમ મુજબ આપું છું. અનેક ઉત્સુક મિત્રોને જાણવું ગમશે.  વાવાઝોડું ટૌકટે આવવાનું જ છે એ તો બધાને અગાઉથી જ ખબર હતી. એટલે ધાબા કે છાપરા ઉપર રહેલ મોટાભાગની ચીજવસ્તુ નીચે લઈ લીધી હતી, અન્ય તૈયારીઓ પણ કરી રાખી હતી, પણ વાવાઝોડું બધાની ધારણા કરતા વધારે ભયંકર નીવડયું..!  હવે આખો ઘટનાક્રમ જુઓ.. ... તા. 17-05-21, સોમવાર.  વહેલી સવારે સામાન્ય પવન જ હતો પણ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું એટલે વાવાઝોડા સાથે વરસાદ પણ તેનું ભારે રૂપ બતાવશે એ નક્કી થઈ ગયું હતું.  બપોર સુધીમાં પવનની ગતિ વેગ પકડવા લાગી.   કોઈને નવાઈ લાગે એવું જોવા મળતું હતું. પવન ઉત્તર દિશામાંથી ફૂંકાતો હતો અને વાદળા તેની સામે દોડતા હોય તેમ સાઉથ-ઇસ્ટ થી નોર્થ-વેસ્ટ દિશામાં દોડતાં હતાં. પણ એ વાવાઝોડા દરમિયાન જોવા મળતી સહજ ઘટના છે. જેમાં ઉપરનો પવન અને જમીન પરનો પવન એકબીજાથી વિરોધી વર્તન કરતા જોવા મળે છે..!  બપોર સુધી...